ભરૂચ વાલિયા તાલુકાના આમલા ગભાણ ગામમાં રહેતો સતીશ સોમાભાઈ વસાવા પોતાની કાર લઈ વાલિયા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન નેત્રંગ-વાલિયા માર્ગ ઉપર બહુમાળી બિલ્ડીંગ પાસે ચાલકનો સ્ટેયરિંગ ઉપર કાબુ નહીં રહેતા કાર માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે કારને નુકશાન થયું હતું.અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે અકસ્માત સર્જાતા જ બુટલેરે અન્ય કાર બોલાવી અકસ્માતગ્રસ્ત કારમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસ આવે તે પહેલાં સગેવગે કરી લીધો હોવાની ચર્ચા લોક મુખે વહેતી થઈ છે.
