ભરૂચના આમોદનો બનાવ

નાહીયેરમાં સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ

કામમાં કરવામાં આવી છેતરપિંડી

રૂ.31 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ

2 કોન્ટ્રાકટરની અમદાવાદથી ધરપકડ

ભરૂચના આમોદના નાહીયેર સ્થિત સ્વામિનારાયણ સંસ્થામાં મંદિરના બાંધકામના કામમાં રૂ. 31 લાખની  છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે.આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટરની અમદાવાદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં પોલીસે કોન્ટ્રાક્ટર કિશન સોમપુરા, અને નંદિશ  સોમપુરાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે.ફરિયાદ મુજબ આરોપી તથા તેના સાથીદારોએ આમોદના નાહિયેર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિરના કામ માટે પથ્થર, મટિરિયલ સપ્લાય તથા ઘડાઈ-ફિટિંગનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો.

આ કામના સંબંધમાં ફરિયાદીએ આરોપી પર વિશ્વાસ રાખી ટ્રસ્ટના એકાઉન્ટમાંથી અલગ-અલગ તારીખે કુલ રૂ.31 લાખ એડવાન્સ/અમાનત તરીકે આરોપીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદ મુજબ બાદમાં આરોપીએ મંદિરનું કામ બંધ કરી દીધું હતું અને માંગણી છતાં પથ્થર-મટિરિયલ પરત આપ્યું ન હતું તેમજ રકમ પરત આપવાની પણ ના પાડી હતી.

આ મામલે ફરિયાદીએ આરોપી તથા તેના સાથીદાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે આરોપી કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીસ મનહર સોમપુરા અમદાવાદ ખાતેથી ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી પણ આ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા હોવાની વિગતો જાણવા મળી રહી છે.