80મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી

શહેરના BNS ગ્રુપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું

યુવાઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા સ્તુત્ય પ્રયાસ

‘અંગદાન એ જ મહાદાન’ના સંકલ્પ સાથે બાઇક રેલી યોજાય

પાલિકા પ્રમુખ સહિત BNS ગ્રુપના સભ્યો બાઇક રેલીમાં જોડાયા

દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેરમાં નવનિર્માણ સંઘ અને BNS ગુપ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 15 ઓગસ્ટના રોજ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, રેલી સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, ત્યારે ભરૂચ શહેરમાં BNS ગ્રુપના સ્થાપક વૃષભ પટેલના માર્ગદર્શન હેઠળ દૂધધારા ડેરીથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજની યુવાપેઢીમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા હેતુસર સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘અંગદાન એ જ મહાદાન’ના સંકલ્પ સાથે આયોજિત બાઇક રેલી શહેરના શીતલ સર્કલ, સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ સ્ટેચ્યુ પાર્ક ખાતે બાઇક રેલીને સમાપન કરવામાં આવી હતી.

આ પ્રસંગે BNS ગ્રુપના સ્થાપક ઋષભ પટેલ, પ્રમુખ તીર્થ પટેલ, ભરૂચ નગરપાલિકાના દેવેન્દ્ર વસાવા, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ, શક્તિસિંહ પરમાર, હેમદિપ પટેલ, ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત 100થી વધુ ગણેશ મંડળના સભ્યો અને સામાજિક સંસ્થાના આગેવાનો બાઇક રેલીમાં જોડાયા હતા.