સ્વતંત્રતા પર્વના દિવસે અંકલેશ્વર અને હાંસોટ પંથકના વાતાવરણમાં સમી સાંજે અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા હતા ત્યારે સાંજના સમયે ધીમીધારે વરસાદ શરૂ થતાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી હતી.
લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે બફારાથી પરેશાન લોકોને પણ રાહત મળી હતી. અંકલેશ્વર-હાંસોટ પંથકમાં હળવા વરસાદથી રસ્તાઓ ભીંજાયા હતા અને ચોમાસાનો માહોલ ફરી જામ્યો હતો.હવામાન વિભાગે પણ 15 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.
