અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરાયું

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજન

શિવ પાર્થિવ પૂજનનું આયોજન

મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વર કોસમડી સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવપાર્થિવ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના કોસમડી સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવપાર્થિવ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં કુલ 56 જોડીઓએ શિવપાર્થિવ પૂજનમાં ભાગ લીધો હતો. સમગ્ર પૂજનવિધિ પંડિત  શિવરામ પાંડેજી તથા સહ-વેદપાઠીઓના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. મંદિરના પૂજારી  રમાકાંત પાંડેએ પણ કાર્યક્રમમાં વિશેષ ધાર્મિક સેવા આપી હતી.

શ્રાવણ માસના પાવન અવસરે મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શિવની આરાધના કરી હતી. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોક મહતો, સોનુ મૌર્ય, યશ પાંડે તથા તેમની ટીમ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તોએ આયોજકોનો આભાર વ્યક્ત કરી ધાર્મિક કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

આ સાથે જ ભક્તો દ્વારા નિર્માલય પાવન નર્મદામાં પધરાવવામાં આવ્યા હતા તો ત્યાંથી ભક્તોએ કાવડમાં જળ ભરી સિદ્ધેશ્વર મહાદેવ પર જળાભિષેક કર્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને દેવાધિદેવ મહાદેવની આરાધનામાં લીન બન્યા હતા