ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી હતી. વાડી વિસ્તારમાં ત્રણ યુવકો કૂવામાં પડી જતાં મોત નીપજ્યા હતા.મૃતક યુવકો રાહુલ ચૌહાણ,નિલેશ ડાભી અને અજીતસિંહ હોવાનું જાણવા મળ્યું છે.આ કરૂણ બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી.
વરતેજ પોલીસના જણાવ્યાનુસાર, ઉખરલા ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં કેટલાક લોકો ભેગા થયા હતા. ત્યારબાદ સવારે વાડીમાં મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક યુવકો જુગાર રમી રહ્યા હતા,અને તે દરમિયાન ભાગો ભાગોની બૂમો પડતા ઘટના સર્જાય હોવાનું પણ લોકોમોઢે ચર્ચાઇ રહ્યું છે.
