ભરૂચના વાલિયાના પઠાર ગામમાં સ્થાનિક દુકાનમાં એક્સપાયરી ડેટનો લોટ વેચાતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભરૂચના વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટના પેકેટમાંથી ઈયળો નીકળતાં ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં આ લોટના પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
