ભરૂચની મનુબર ચોકડી નજીક અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં વાસી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવતા ગંભીર બેદરકારી બદલ હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાય હતી.
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે જાહેર સ્થળો પર આવેલી વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં સમયાંતરે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, ત્યારે હાલ ચાલી રહેલી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મનુબર ચોકડી નજીક આવેલ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, ડીવાયએસપી સી.કે.પટેલ, ફૂડ ઇન્સ્પેક્ટર અશોક રાઠવા સહિતના અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરાતા વાસી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવી હતી, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં તેમજ ગંભીર બેદરકારી બદલ હોટલને તાત્કાલિક અસરથી બંધ કરી સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાય હતી.
