ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કતપોર ગામના વતની સ્વ. મગનભાઈ ડાહ્યાભાઈ પટેલ અને સ્વ. કેશવભાઈ મગનભાઈ પટેલની પુણ્યસ્મૃતિમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કતપોર ગામના વતની સ્વ. મગનભાઈ ડાહ્યાભાઈ પટેલ અને સ્વ. કેશવભાઈ મગનભાઈ પટેલની પુણ્યસ્મૃતિમાં સુરત સ્થિત ‘શ્રી સર્જીકલ, મેટરનીટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ’ તથા ‘સ્પાર્કલ ફર્ટિલિટી ક્લીનીક’ના સહયોગથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત વિસ્તારની જુદી-જુદી શાળાઓના કુલ 619 જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક ભેટ આપવામાં આવી હતી. આ વિતરણ વ્યવસ્થા અંતર્ગત ઈલાવ હાઈસ્કૂલ અને પ્રાયમરી શાળાના 440 બાળકો, ઈલાવ કુમાર-કન્યા શાળાના 99 બાળકો, સાહોલ પ્રાથમિક શાળાના 57 બાળકો, જુના આસરમા શાળાના 13 બાળકો તેમજ નવા આસરમા શાળાના 10 બાળકોને નોટબુકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરતના જાણીતા જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન ડો. વિનય પટેલ, કતપોરના વતની અને નિવૃત્ત ખેતીબીજ અધિકારી ખુશાલ પટેલ, કંટીયાજાળના વતની અને નિવૃત્ત બાગાયત અધિકારી બાબર પટેલ તેમજ આર.કે.વકીલ હાઈસ્કૂલ-ઈલાવના ટ્રસ્ટી ભગવતી પટેલ, સાહોલ શાળાના આચાર્ય નિલેશ સોલંકી સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.