અંકલેશ્વર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સુરત જિલ્લાના કામરેજ ખાતેથી ઝડપી પાડ્યો છે.LCB PI એમ.પી. વાળાએ અલગ-અલગ ટીમોને જરૂરી સૂચનાઓ આપી કામગીરી શરૂ કરાવી હતી.

દરમિયાન PSI એ.વી. શિયાળીયાની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે અંકલેશ્વર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર આરોપી ગૌરવસિંહ રણજીતસિંહ તોમર કામરેજ ખાતે હાજર છે.માહિતીના આધારે ઉપરી અધિકારીઓની મંજૂરી મેળવી LCBની ટીમ કામરેજ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ગુના અંગે હકીકત જણાવી હતી. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અંકલેશ્વર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીની ઓળખ ગૌરવસિંહ S/O રણજીતસિંહ મથુરીસિંહ તોમર, ઉંમર 23 વર્ષ, હાલ રહે. સાવલા રેસિડેન્સી, દાદા ભવન મંદિર પાસે, કામરેજ, સુરત તરીકે થઈ છે. તે મૂળ અમલેડા પોસ્ટ, પોરસા થાના, અંબા, જિ. મોરેના, મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.