અંકલેશ્વરના શક્તિનગર ખાતે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

અંકલેશ્વરના શક્તિનગર ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.શિબિરમાં બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રક્તદાન શિબિર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સમાજ પ્રત્યે પોતાની સેવા અને જવાબદારી નિભાવી હતી.આ પ્રસંગે રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન સમાજ માટે મહત્વપૂર્ણ હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.

આ તરફ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત બ્રહ્મકુમારીઝ સેન્ટર ખાતે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પણ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.રક્તદાતાઓને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું