ભરૂચ વાલિયા તાલુકાના આઠ ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. DGVCLની 21 વીજ ટીમોએ સિલુડી, કરા,મેરા ડહેલી,રાજપરા સહિતના ગામોના વિવિધ વિસ્તારોમાં ઉતરી પડી હતી.આ દરમ્યાન તેમણે આશરે 866 જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા.જેમાંથી 36માં વીજ ચોરી ઝડપાઈ હતી.જેઓ સામે 22.15 લાખનો દંડ ફટકાર્યો હતો.વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
ભરૂચ: વાલિયાના 8 ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરાયુ, રૂ.22.15 લાખનો દંડ વસુલાયો
