ભારતની લોકપ્રિય ફ્રી-ટુ-એર મનોરંજન ચેનલ સોની પલ તેના દર્શકો માટે એક મોટી સરપ્રાઇઝ લઈને આવી છે. દેશના સૌથી મોટા અને પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શોમાંથી એક ‘ઇન્ડિયન આઇડલ સીઝન 16’ હવે પ્રથમ વખત સોની પલ પર ટેલિકાસ્ટ થવા માટે તૈયાર છે.
આ શો આગામી 7 સપ્ટેમ્બરથી દર સોમવારથી શનિવાર રાત્રે 9:30 વાગ્યે સોની પલના પ્રાઇમ-ટાઇમમાં પ્રસારિત કરવામાં આવશે.
‘યાદોં કી પ્લેલિસ્ટ’ થીમ પર આધારિત આ સીઝનમાં કુલ 82 એપિસોડ હશે. જેમાં દેશભરમાંથી પસંદ કરાયેલા 18 પ્રતિભાશાળી ગાયકો પોતાના અવાજનો જાદુ વિખેરશે.
જજિંગ પેનલમાં સંગીત ક્ષેત્રના જાણીતા નામ શ્રેયા ઘોષાલ, વિશાલ દદલાણી અને બાદશાહ જોવા મળશે, જ્યારે શોનું સંચાલન આદિત્ય નારાયણ કરશે.
સોની પલના પ્રવક્તા અનુસાર, આ ફ્રી-ટુ-એર લોન્ચનો મુખ્ય હેતુ દેશના ખૂણે-ખૂણે રહેતા પરિવારો સુધી પ્રીમિયમ અને ઉચ્ચ-ગુણવત્તાવાળું મનોરંજન બિલકુલ મફતમાં પહોંચાડવાનો છે.
