ભરૂચની આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને સિંચાઈ માટે દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવવાની માંગને લઈને ધારાસભ્ય દેવ કિશોર સ્વામી દ્વારા ઊર્જા મંત્રી સમક્ષ ટેલિફોનિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્યની રજૂઆત બાદ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.તા. 3 સપ્ટેમ્બરથી આમોદ અને જંબુસર તાલુકાના તમામ એગ્રીકલ્ચર ફીડરો પર સવારે 7:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી સતત 10 કલાક થ્રી-ફેઝ વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયના પગલે બંને તાલુકાના તમામ એગ્રીકલ્ચર ફીડરો હેઠળ આવતા ખેડૂતોને હવે દિવસ દરમિયાન પૂરતો વીજ પુરવઠો મળી રહેશે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ તેમજ ખેતીના અન્ય જરૂરી કામોમાં મોટી રાહત મળશે.અત્યાર સુધી સિંચાઈ માટે ખેડૂતોને ઘણી વખત રાત્રિના સમયે વીજળીની રાહ જોવી પડતી હતી. દિવસ દરમિયાન 10 કલાક વીજળી મળવાથી ખેડૂતોની આ મુશ્કેલીમાં ઘટાડો થશે અને ખેતીકામ વધુ સરળ બનશે.
ભરૂચ: આમોદ–જંબુસરના ખેડૂતોને મોટી રાહત, દિવસ દરમિયાન 10 કલાક થ્રી-ફેઝ વીજળી મળશે,MLA ડી.કે.સ્વામીએ કરી હતી રજુઆત
