અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સતત 12માં વર્ષે પણ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત રથને શણગારવામાં આવી રહ્યો છે.આ યાત્રા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરે છે અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા લેશે. રથયાત્રા દરમ્યાન મહાભારતના પ્રસંગની વિશેષરૂપે રજુઆત કરવામાં આવશે.
