અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત  એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ શાળામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ,આનંદ અને હર્ષોલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ.ગુજરાતી માધ્યમ શાળામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ અને હર્ષોલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઈઝર સ્વાતિબેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ થયું હતું, જ્યારે સંચાલન શિક્ષિકા કામિનીબેન રાણાએ કર્યું હતું.

આ પ્રસંગે ગોવર્ધન હવેલીના મુખ્યાજી અને મુખ્ય મહેમાન રાકેશકુમાર ત્રિપાઠીજીના હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ ઉજવણી પ્રસંગે શિશુ વિભાગના ભૂલકાઓએ શ્રી કૃષ્ણના બાળસ્વરૂપનું અભિનય ગીત રજૂ કર્યું હતું.જયારે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ, કૃષ્ણ જીવન આધારિત નૃત્ય-નાટિકા અને સુંદર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.અને “જય કનૈયાલાલ કી” ના જયઘોષ સાથે મટકી ફોડનો ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો.

વધુમાં નિવૃત્ત શિક્ષક વિરલ શાહે કૃષ્ણ જન્મ પ્રસંગનું કથન અને ભજન રજૂ કર્યા હતા.જ્યારે ઉપસ્થિત મહેમાન મુખ્યાજી રાકેશકુમાર ત્રિપાઠીજીએ શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી રૂપિયા 2100 ની પ્રોત્સાહક ભેટ અર્પણ કરી હતી.