ભરૂચમાં મેઘઉત્સવની ઉજવણી વચ્ચે વાલ્મિકી વાસ દ્વારા ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
વિઓભરૂચ કોઠી વાલ્મિકી વાસ અને સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી દ્વારા શ્રી ઘોઘારાવ મહારાજના જીવનચરિત્ર પર આધારિત ભજનનું સુંદર આયોજન શુક્રવારના રોજ કોઠી વાલ્મિકીવાસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સુરતના સૂફી ગાયક રાજા સૂફી, પીગ્નેશ સુરતી તેમજ તેમના ગ્રુપ દ્વારા આ ભક્તિમય કાર્યક્રમને ભક્તિમય બનાવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,વાલ્મિકી સમાજના ઘોઘારાવ મંદિરના પૂજારી જયકુમાર,સ્થાનિક નગર સેવક ગણેશ કાયસ્થ, ચિરાગ મહારાજ, વોર્ડ નં 03ના કાઉન્સિલર વિજય મકવાણા, સાજીદ શેખ તેમજ મોટી સંખ્યમા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
