ભરૂચમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની રોટરીના ડિસ્ટ્રીકટ ગવર્નરે સત્તાવાર મુલાકાત લીધી હતી અને વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી

રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના વર્ષ 2026-27ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે ‘રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી’ની સત્તાવાર મુલાકાત લીધી હતી. તેમણે ક્લબના વોકેશનલ સેન્ટરની મુલાકાત લઈ મહિલાઓ માટે ચાલી રહેલા સિલાઈ અને બ્યુટી પાર્લર તાલીમ વર્ગોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 300થી વધુ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવી છે.આ પ્રસંગે નીલેશ શાહે રોટરી ડિસ્ટ્રિક્ટના ‘જીવન સેતુ’ પ્રોજેક્ટ સહિત શિક્ષણ, રોડ સેફ્ટી અને ગ્રામ વિકાસના વિવિધ પ્રકલ્પોની માહિતી આપી હતી. ‘જીવન સેતુ’ અંતર્ગત બ્લડ સ્ટેમ સેલ રજિસ્ટ્રી અને જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે. તેમણે ભરૂચ નર્મદા નગરી ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી પ્રમુખ, સેક્રેટરી અને બોર્ડ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા.