ભરૂચમાં બન્યો બનાવ
પાંચબત્તી વિસ્તારમાં દુર્ઘટના
ગણેશ આગમન યાત્રા દરમ્યાન આગ
બેનરમાં આગ ફાટી નિકળી
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમ્યાન ફટાકડાથી બેનરમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન ફટાકડા ફોડતાં શોપિંગ સેન્ટરની છત પર લગાવેલા જાહેરાતના બેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
આગ લાગતાં ગણેશ આગમન યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં નગર સેવા સદનના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાયટરોની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી.સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ગણેશ આગમન યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
