અંકલેશ્વર વકીલ મંડળની માંગ

વકીલ મંડળ દ્વારા ઠરાવ કરાયો

હાઇકોર્ટની બેન્ચ સ્થાપવા માંગ

દક્ષિણ ગુજરાતમાં બેન્ચ સ્થાપવા કરાય માંગ

માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી

દક્ષિણ ગુજરાતમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ અંગે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળે સમર્થનમાં ઠરાવ પસાર કર્યો. દક્ષિણ ગુજરાતમાં ગુજરાત હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને અંકલેશ્વર તાલુકા વકીલ મંડળે સમર્થન આપતો ઠરાવ કર્યો છે.

વકીલ મંડળના પ્રમુખ કમલેશ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો છે. ગત 6 સપ્ટેમ્બરે સુરત ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠકમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવા અંગે ચર્ચા થઈ હતી.

અંકલેશ્વર વકીલ મંડળ ઠરાવની નકલ મુખ્યમંત્રી, રાજ્યપાલ, ચીફ જસ્ટિસ તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલશે. જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ અપાઈ છે.