અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન

નોટફાઇડ એરિયા ઓથો.દ્વારા કૃત્રિમ કુંડનું નિર્માણ

ઇએસઆઇસી હોસ્પિટલ નજીક નિર્માણ કરાયુ

5 ફૂટ સુધીની પ્રતિમાઓનું કરી શકાશે વિસર્જન

વિસર્જિત મૂર્તિનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત ઇએસઆઇસી હોસ્પિટલ નજીક 2 કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યુ છે  ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ નજીક 2 કુત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં ગણેશજીની 5 ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જિત કરી શકાશે. આ કુંડમાં વિસર્જિત કરાયેલ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. નદી નાળામાં થતા જળ પ્રદૂષણને અટકાવવા અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિવર્ષ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.