અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
દમણથી લવાયો હતો દારૂ
રૂ.5.12 લાખનો મુદ્દામાલ જપ્ત,1 આરોપીની ધરપકડ
અંકલેશ્વરના કાપોદ્રામાં LCB એ દરોડો પાડી દમણથી ઈક્કો ગાડીમાં ઘુસાડાતો ₹1.07 લાખના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી 6 બુટલેગરો વોન્ટેડ જાહેર કર્યા છે
ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે-48 પર નવજીવન હોટલ પાછળ પ્રતિષ્ઠા રેસીડન્સીમાં રહેતો ઈદ્રીશ મન્મુખા શેખ તથા તેના બે પુત્રો રમજાન અને હમજાએ દમણથી ઈક્કો ગાડીમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો.
આ જથ્થો કાપોદ્રા ગામે અયોધ્યાપુરમ સોસાયટી પાછળ ઉતારવામાં આવી રહ્યો હતો. ઈદ્રીશ અને તેના પુત્રો નંબર પ્લેટ વગરની સ્વિફ્ટમાં ઈક્કો ગાડીનું પાયલોટીંગ કરી રહ્યા હતા. LCB એ સ્થળ પર દરોડો પાડી ઈક્કો ગાડી ચલાવતા દમણના શિવમકુમાર સીંગની ધરપકડ કરી હતી. ઇક્કોમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂ તથા બિયરની 504 બોટલો કિંમત ₹107160 નો જથ્થો મળી આવ્યો હતો.
દારૂનો જથ્થો, ઇક્કો અને મોબાઈલ મળી ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપી શિવમકુમારે પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે, દમણના દારૂના વેપારી સાગર પાટીલે આ દારૂ ભરી આપ્યો હતો. અંકલેશ્વરમાં ઈદ્રીશ, રમજાન અને હમજાના કહેવાથી આ દારૂ રોશન સીંગ અને સવિતા યાદવને ડિલિવરી આપવાનો હતો. જેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.
