ભાદરવાના પ્રારંભે જ મેઘરાજાએ ભરૂચ જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી છે. રાત્રી દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંકલેશ્વર તાલુકામાં 3.5 ઇંચ નોંધાયો છે, જ્યારે ભરૂચ અને હાંસોટ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.
તાલુકાવાર નોંધાયેલ વરસાદ:
– જંબુસર: 1 ઇંચ
-આમોદ 15 મી.મી.
– વાગરા: 1.5 ઇંચ
– ભરૂચ: 3 ઇંચ
– ઝઘડિયા: 2 ઇંચ
– અંકલેશ્વર: 3.5 ઇંચ
– હાંસોટ: 3 ઇંચ
– વાલિયા: 2.5 ઇંચ
– નેત્રંગ: 2 ઇંચ
