ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ

જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ વિવાદ

આજે ચક્રધર સ્વામીની જન્મજયંતિ

સંપ્રદાયના લોકોએ મસ્જિદની લીધી મુલાકાત

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજરોજ મહાનુભાવ સંપ્રદાયના શ્રદ્ધાળુઓએ મસ્જિદની મુલાકાત લીધી હતી.આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે મોટી સંખ્યામાં લોકો મસ્જિદની મુલાકાતે પહોંચ્યા હતા. ચક્રધર સ્વામીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મહાનુભાવ સંપ્રદાયના લોકો મસ્જિદની મુલાકાતે પહોંચ્યા હતા.જામા મસ્જિદને લઈને છેલ્લા કેટલાક સમયથી ઐતિહાસિક અને ધાર્મિક દાવાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચક્રધર સ્વામીનું જન્મસ્થળ આ ઇમારત હોવાનું જણાવતા સંત સમિતિ દ્વારા તેને જૈન મંદિર તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલાને પગલે મસ્જિદની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.દરમિયાન, જૈન મંદિર જાહેર કરવાની માંગને લઈને આજે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અને તેના ઐતિહાસિક વારસાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે આ મુદ્દે આગામી દિવસોમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.