ભરૂચન વાગરા તાલુકાના પહાજ ગામે વરસાદી માહોલ વચ્ચે વીજળી ગુલ થવાના અંધારાનો લાભ લઈ 27 વર્ષીય વસીમ ઇકબાલ દિવાન પર છરાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કાછીયા ફળિયા વિસ્તારમાં બનેલી ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વસીમને પ્રથમ વાગરા CHC અને ત્યારબાદ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જોકે, સારવાર દરમિયાન વસીમનું મોત નિપજતાં પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ઘટનાસ્થળેથી છરો અને બુલેટની ચાવી મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હુમલાખોરની ઓળખ અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વાગરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
