ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂનો વેપલો યથાવત
હાદાનગર રેલવે કોલોનીમાં એલસીબીની મોટી રેડ
રેલવે કર્મચારી સહિત 3 શખ્સો ઝડપાયા
સીલ પેકિંગ મશીન,બોટલો,ચપટા અને સ્ટીકરનો જથ્થો જપ્ત
પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
ભાવનગર શહેરના ખરકડી નકલી દારૂકાંડની ગંભીર ઘટના બાદ પણ બુટલેગરો બેફામ બન્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મોટી કાર્યવાહી કરીને હાદાનગર સ્થિત રેલવે કોલોનીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી.
ભાવનગર શહેરના ખરકડી નકલી દારૂકાંડની ગંભીર ઘટના બાદ પણ બુટલેગરો બેફામ બન્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મોટી કાર્યવાહી કરીને ભાવનગરના હાદાનગર સ્થિત રેલવે કોલોનીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી છે. આ સમગ્ર કૌભાંડ રેલવે કર્મચારીના સરકારી ક્વાર્ટરની અંદર જ ચાલી રહ્યું હતું, જ્યાંથી બ્રાન્ડેડ બોટલોમાં નકલી દારૂ પેક કરીને વેચવાનું નેટવર્ક ચલાવાતું હતું.
ગુપ્ત બાતમીના આધારે એલસીબી પોલીસે સરકારી ક્વાર્ટર પર દરોડો પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન સ્થળ પરથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાનું યુનિટ, મોટી સંખ્યામાં દારૂના ચપટા, ઈમ્પિરિયલ બ્લુ બ્રાન્ડની બોટલના સ્ટીકરો અને બોટલોને સીલ પેક કરવા માટેના ખાસ મશીનો મળી આવ્યા છે. પોલીસે સ્થળ પરથી સરકારી કર્મચારી સહિત કુલ 3 શખ્સોની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
