ભરૂચમાં ભારે વરસાદની પરિસ્થિતિ

કસક વિસ્તારમાં બની દુર્ઘટના

આંગન એપાર્ટમેન્ટનું પાર્કિંગ ધસી પડ્યું

8 જેટલા વાહનો કાંસમાં ગરકાવ

કસક વિસ્તારમાં પાણી ભરાયા

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે આંગન એપાર્ટમેન્ટના પાર્કિંગની દિવાલ ઘસી પડતા સાત થી આઠ વાહનો કાચમાં ખાબકયા હતા તો બીજી તરફ કાંસમાં પાણીનો પ્રવાહ અવરોધતા કસક વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે આંગન એપાર્ટમેન્ટના પાર્કિંગની જમીન ધસી પડવાની ઘટના સામે આવી છે. પાર્કિંગની દિવાલ તૂટી જતાં 7થી 8 જેટલી ગાડીઓ કાંસમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.

આંગન એપાર્ટમેન્ટના પાર્કિંગ નજીકથી કાંસમાં પાણીનો પ્રવાહ પસાર થાય છે. પાર્કિંગની જમીન ધસી પડતાં કાંસમાં પાણીનો પ્રવાહ અવરોધાયો હતો. પરિણામે કસક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને અસર થઈ હતી.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કસક સર્કલની આસપાસનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા વાહનોને બહાર કાઢવા તેમજ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર અડધા શહેરનું પાણી પાર્કિંગની પાછળ આવેલ કાંસમાંથી પસાર થાય છે આજે વરસેલા ભારે વરસાદના કારણે કાંસમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો જેના પગલે પાર્કિંગની જમીન ધસી પડી હતી અને 7 થી 8 કાર કાંસમાં ગરકાવ થઈ હતી જેના કારણે તેઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.