ભરૂચ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત V.C.T. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS એકમ દ્વારા રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ખાતે સ્વચ્છતા અભિયાન તથા જાહેર વાંચન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી કાઝી નુસરત જહા મૅડમ અને ઇન્ચાર્જ આચાર્ય ડૉ. હેમાંગીનીબેન જાદવના માર્ગદર્શન હેઠળ તથા NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. દર્શિકા ચૌધરીના આયોજનથી યોજાયેલા કાર્યક્રમમાં આશરે 30 જેટલા NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
