અંકલેશ્વરમાં શરૂ કરાઇ કામગીરી
ગણેશ વિસર્જનને ધ્યાને લઇ કામગીરી
કૃત્રિમ કુંડ બનાવવાની કામગીરી શરૂ
3 સ્થળોએ કૃત્રિમકુંડનું કરાશે નિર્માણ
પદાધિકારીઓએ કામગીરીનું કર્યું નિરીક્ષણ
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઇ જૂની દીવી ગામ, જળકુંડ અને સુરવાડી તળાવ પાસે પણ વિસર્જન માટે જરૂરી આયોજન કરાયું છે.
અંકલેશ્વરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ વચ્ચે, હવે ગણપતિ બાપ્પાના વિસર્જનની ઘડીઓ નજીક આવી રહી હોવાથી ત્યારે હવે બાપ્પાને વિદાય આપવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને જૂની દીવી ગામ,અને જળકુંડ પાસે બે કૃત્રિમ કુંડ તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે સાથે સુરવાડી ગામ ની સીમમાં તળાવમાં પણ વિસર્જન માટે જરૂરી આયોજન કરાયું છે.
જૂની દીવી અને જળકુંડ ખાતેના કૃત્રિમ કુંડમાં આશરે ૫ ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે.જયારે 10 ફૂટ સુધીની પ્રતિમાનું સુરવાડી ગામની સીમમા આવેલ તળાવ ખાતે વિસર્જન કરી શકશે.આ કૃત્રિમ કુંડ પર માત્ર વિસર્જનની જ નહીં, પરંતુ ભક્તોની સુરક્ષા માટે ફાયર ફાઈટર્સ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ક્રેનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
નગરપાલિકાની આ પહેલથી પર્યાવરણનું પણ જતન થશે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થાભેર વિઘ્નહર્તાને વિદાય આપી શકશે ત્યારે નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડિયા,કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણાએ કુત્રિમ કુંડની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ગણેશ મંડળો અને ભક્તોને આ કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
