મહાનગરપાલિકામાં ડ્રેનેજ સમિતિની વિશેષ બેઠક યોજાઇ

લોકોની સુખાકારી માટે ડ્રેનેજ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો

શહેરની સોસાયટીઓમાં RCC રોડ બન્યા પહેલા સર્વે હાથ ધરાશે

નાની ડ્રેનેજ લાઇન હશે તો તેને બદલ્યા બાદ RCC રોડ બનાવાશે

રોડ બન્યા બાદ ફરીથી રોડને ખોદવા ના પડે તેવું આયોજન કરાયું

બેઠકમાં ફરિયાદનો સોસાયટી વાઇઝ નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો

સુરત શહેરમાં ડ્રેનેજ સમિતિની બેઠકમાં ડ્રેનેજ લાઇનના સર્વે અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરની સોસાયટીઓમાં RCC રોડ બન્યા પહેલા ડ્રેનેજનો સર્વે હાથ ધરવા માટે ડ્રેનેજ સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સોસાયટીમાં RCC રોડ મંજૂર થશે, ત્યાં કામગીરી પહેલા ડ્રેનેજ લાઈન ચકાસવામાં આવશે, અને ડ્રેનેજ લાઈન નાની હશે તો લાઈનને બદલાવીને ત્યારબાદ RCC રોડ બનાવવામાં આવશે.

વર્તમાન સમયમાં રોડ બન્યા બાદ ડ્રેનેજના કારણે ફરીથી રોડને ખોદવા પડે છે, આ સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવશે. ડ્રેનેજના કામના કારણે રોડ ખોદવા ન પડે એટલા માટે હવે પહેલાથી જ સર્વે હાથ ધરાશે. આ ઉપરાંત બેઠકમાં ફરિયાદનો સોસાયટી વાઇઝ નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સાથે જ ડ્રેનેજની સમસ્યાના નિકાલ માટે અલગ અલગ 2 ટીમ બનાવવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. જેમાં એક ટીમ રેગ્યુલર ફરિયાદનું નિરાકરણ કરશે, અને બીજી ટીમ ઇમરજન્સી ફરિયાદનું નિરાકરણ કરે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે.