અંકલેશ્વરમાં ઉજવણી

ગણેશ મહોત્સવની ઉજવણી

ગણેશ મહોત્સવ અંતિમ પડાવ પર

મંત્રી ઇશ્વરસિંહ પટેલે આરતી ઉતારી

ગણેશ પંડાલોમાં મહાઆરતીનું આયોજન

અંકલેશ્વરના ચૌટા બજાર ખાતે માર્કડેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ અંતર્ગત યોજાયેલી આરતીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીની આરતી ઉતારી હતી.

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં છે ત્યારે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે વિવિધ ગણેશ પંડાલોમાં આરતી ઉતારવાનો લહાવો લઇ ધન્યતા અનુભવી હતી

માર્કડેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમા સાથે બાબા અમરનાથની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.

બીજી તરફ, અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં નવચેતન યુવક મંડળ દ્વારા પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યોજાયેલી આરતીમાં પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ગણેશજીની આરતી ઉતારી હતી. બંને સ્થળોએ ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.