ગણેશ વિસર્જન શોભાયાત્રાને ધ્યાનમાં રાખી ભરૂચ શહેરમાં આજે તા. 25 સપ્ટેમ્બરે સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી વિવિધ માર્ગો પર વાહનવ્યવહારમાં પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેર કરાયું છે.કસક ગરનાળા, દાંડિયાબજાર, હાજીખાના, પાંચબત્તી, શક્તિનાથ અને શ્રવણ ચોકડી તરફના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે. તેમજ કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી તરફનો માર્ગ સવારે 10થી રાત્રે 12 સુધી માત્ર વિસર્જન શોભાયાત્રા માટે ખુલ્લો રહેશે.
ઝાડેશ્વર ચોકડીથી શીતલ સર્કલ વચ્ચે મોટા માલવાહક વાહનો, લક્ઝરી બસો અને મિની બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ રહેશે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ પરિસ્થિતિ અનુસાર વધારાના ડાયવર્ઝન કરી શકશે. ગણેશ મૂર્તિઓનું વિસર્જન જિલ્લા તંત્ર દ્વારા નક્કી કરાયેલા કૃત્રિમ તળાવોમાં જ કરવા સૂચના આપવામાં આવી છે.
