વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો હેતુ
ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા કરાયું ખાસ આયોજન
‘વિજ્ઞાન-ગણિત પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ સહિતના મોડેલ્સ રજૂ કરાયા
આચાર્ય-શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતી
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા આયોજિત ‘વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન’માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ સહિતના મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સર્જનાત્મકતા, તર્કશક્તિ અને સંશોધન વૃત્તિને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એક ભવ્ય ‘વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ સહિતના મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને વિજ્ઞાનના કાર્યરત મોડેલ, ગણિતના વિવિધ મોડેલ, નવીન અને સર્જનાત્મક પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ, પર્યાવરણ આધારિત કૃતિઓ મુકાઈ હતી.
આ પ્રસંગે શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ આબીદ મેમ્બર, ઉપપ્રમુખ શાફિક ખાનસાબ, નબીપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઇકરામ દશું, વાલી મંડળના પ્રમુખ સલીમ કડુજી અને ગામના પ્રતિસ્થીત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
