ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે ઈરાનને 37-34 થી હરાવ્યું. આ એશિયન ગેમ્સ 2026 માં ભારતનો ત્રીજો ગોલ્ડ અને કુલ 27મો મેડલ છે. પ્રથમ હાફમાં ભારત પાસે સારી લીડ હતી, પરંતુ બીજા હાફમાં ઈરાને વાપસી કરી લીધી હતી અને ટીમ ઈન્ડિયાની લીડ માત્ર 1 પોઈન્ટની રહી ગઈ હતી. પરંતુ છેલ્લી 5 મિનિટમાં ભારતીય ટીમે શાનદાર પુનરાગમન કરીને મુકાબલો પોતાના નામે કર્યો.

હાફ ટાઈમ સુધી ભારતને ઈરાન પર 22-16 થી લીડ પ્રાપ્ત હતી. બીજા હાફની શરૂઆતમાં ઈરાને કમાલનું પ્રદર્શન કર્યું અને એક સમયે સ્કોર 27-26 સુધી પહોંચી ગયો હતો, ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી. મુશ્કેલીઓ વધવા લાગી હતી, પરંતુ આ દરમિયાન ટાઈમ-આઉટ થયો, જેના પછી ભારતીય ટીમે પોતાની રણનીતિ બદલી અને ઈરાનની ટીમને ખરાબ રીતે ધૂળ ચટાડી દીધી. છેલ્લી 5 મિનિટમાં ઈરાનના ખેલાડીઓ ખરાબ રીતે દબાણ હેઠળ દેખાયા.

આ એશિયન ગેમ્સના ઈતિહાસમાં ચોથી વાર છે જ્યારે ભારતની મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. 2018 જર્કાતા એશિયન ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ બાકી તમામ તકો પર ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનો 100 ટકા રેકોર્ડ પણ કાયમ રાખ્યો છે. ઈરાન સાથે ફાઈનલ સમાપ્ત થયા પછી ભારતીય ટીમની કપ્તાન પુષ્પા રાણાએ સ્વીકાર્યું કે ઈરાન ખૂબ જ ટક્કર આપનારી ટીમ હશે, પરંતુ પુષ્પાને પૂરો વિશ્વાસ હતો કે તેમની ટીમ ગોલ્ડ મેડલ જીતીને જ લાવશે.