ભારતીય શેર બજારમાં આજે સપ્તાહની શરૂઆત જોરદાર ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 535 પોઈન્ટ અને નિફ્ટી 174 પોઈન્ટ તૂટીને ખુલ્યા છે, જ્યારે ગ્લોબલ સંકેતો, જિયોપોલિટિકલ અનિશ્ચિતતા અને કાચા તેલના ભાવમાં ઉછાળાની અસર જોવા મળી રહી છે.

ભારતીય શેર બજારમાં સોમવાર, 28 સપ્ટેમ્બરે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. ગિફ્ટ નિફ્ટીના નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખુલ્યા છે. મિશ્ર વૈશ્વિક સંકેતો, ફરી ઊભી થયેલી જિયોપોલિટિકલ અનિશ્ચિતતા અને કાચા તેલના ભાવમાં ઉછાળાની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે.બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 535.00 પોઈન્ટ એટલે કે 0.72 ટકાનો ઘટાડો નોંધાયો અને તે 73,360.74ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી 174.10 પોઈન્ટ એટલે કે 0.75 ટકા ઘટીને 22,966.40ના સ્તરે ખુલ્યો. આ રીતે બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં શરૂઆતથી જ વેચવાલી જોવા મળી હતી.