અંકલેશ્વરની પાનોલી પોલીસની કાર્યવાહી

પાનોલી ગામમાં પાડ્યા દરોડા

ગૌ વંશની કતલનો કર્યો પર્દાફાશ

5 આરોપીઓની કરી ધરપકડ

510 કિલો ગૌમાંસ ઝડપાયું

અંકલેશ્વરની પાનોલી પોલીસે પાનોલી ગામના ટેકરા ફળીયા વિસ્તારમાં ઘરમાંથી 510 કિલો ગૌ માસ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડી બે પશુઓને મુક્ત કરાવ્યા હતા.

અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકના પી.આઈ.એમ.વી.રાઠોડને બાતમી મળી હતી કે પાનોલી ગામના ટેકરા ફળિયામાં રહેતો મોહમ્મદ સલમાન મોહમ્મદ સઈદ દીવાન અને તેનો ભાઈ મોહમદ સાહિલ સઈદ દીવાન તેમજ અન્ય ત્રણ ઈસમો તેઓના ઘરમાં ગૌ વંશનું કટિંગ કરી રહ્યા છે.જેવી બાતમીના આધારે પાનોલી પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી 510 કિલો ગ્રામ ગૌ માસ અને 4 નંગ છરી,5 મોટા છરા,ઇલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને એક ગાય તેમજ બળદને મુક્ત કરવી મોહમ્મદ સલમાન મોહમ્મદ સઈદ દીવાન,મોહમદ સાહિલ સઈદ દીવાન,જીતેશ રમણ વસાવા,વિપુલ રમેશ વસાવા અને દલસુખ રણજિત વસાવાને ઝડપી પાડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે મોહમ્મદ સલમાન મોહમ્મદ સઈદ દીવાન સામે અગાઉ પણ પશુ ઘાતકી હેઠળ ગુનો નોંધાયો છે.