નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નીરના વધામણા બાદ ડેમ વ્યુ પોઈન્ટ-1 ખાતે પહોંચ્યા હતા.

https://www.instagram.com/reel/Dd6T4tmBsFw/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

આ વેળાએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા બનાસકાંઠાના દાંતા તાલુકાના પ્રવાસીઓ સાથે મુખ્યમંત્રીએ સહજ અને આત્મીય સંવાદ કર્યો હતો. ‘પરિવાર મિલન’ અંતર્ગત પ્રવાસે આવેલા પ્રવાસીઓને મળીને મુખ્યમંત્રીએ  તેમની એકતાનગર મુલાકાત, પ્રવાસ દરમિયાનના અનુભવ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે હળવાશભર્યો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીના સાદગીભર્યા અને મૃદુ સ્વભાવને અનુરૂપ આ સહજ મુલાકાતથી પ્રવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને પ્રવાસીઓએ ઉત્સાહપૂર્વક તેમનું અભિવાદન કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે મુખ્યમંત્રીની આ સહજ મુલાકાત યાદગાર બની હતી. નર્મદા નીરના વધામણા અને પ્રવાસીઓ સાથેના આત્મીય સંવાદથી એકતાનગર ખાતેનો આ પ્રસંગ વધુ વિશિષ્ટ બન્યો હતો.