ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જીએનએફસી ખાતે આયોજન કરાયુ
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજન
યોગ અને ધ્યાન શિબિર યોજાઈ
મોટી સંખ્યામાં યોગવીરોએ લીધો ભાગ
ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જી.એન.એફ.સી.ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં યોગવીરોએ ભાગ લીધો હતો
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તા. ૨ ઓક્ટોબર ગાંધીજયંતિના રોજ ભરૂચના નર્મદાનગર સ્થિત જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન યોજાયેલી આ શિબિરમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યોગાસન અને ધ્યાનની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ નિયમિત યોગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે આયોજિત આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં યોગ, ધ્યાન અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવાનો હતો. યોગ અને ધ્યાનને દૈનિક જીવનનો ભાગ બનાવી સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી થવા માટે આ કાર્યક્રમ દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.આ શિબિરમાં રાજકીય આગેવાનો અને તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ જનહિતલક્ષી અને સેવાકીય કાર્યક્રમો યોજાનાર છે.
