ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં બાળકોના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી ‘આંગણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.આંગણ ઉત્સવ દરમિયાન બાળકોની સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા માટે વિવિધ શૈક્ષણિક, મનોરંજક અને બાળમૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ તથા રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે જ વાલીઓને બાળકોના યોગ્ય ઉછેર, પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં રેશ્માબેન પરમાર, જિલ્લા આઈ.ટી. સેલ ઇન્ચાર્જ ફેનિલ સુથાર, બક્ષીપંચ મોરચાના મંત્રી નીતિન મિસ્ત્રી, સામાજિક આગેવાન ભરત મિસ્ત્રી, ચિરાગ મિસ્ત્રી, વોર્ડ કાઉન્સિલર રોહિણી સારંગ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને આંગણવાડી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અંબાજી ગ્રુપ દ્વારા આંગણવાડીના બાળકો માટે સુવિધાયુક્ત ખુરશીઓ, સ્વચ્છ પીવાના પાણી માટે વોટર કુલર તેમજ અભ્યાસમાં ઉપયોગી પેન્સિલ-રબરના સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.