ભરૂચમાં કરાયુ આયોજન
હોસ્ટેલ ગ્રાઉન્ડ પર યોજાયું છે પ્રદર્શન
મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ લીધી મુલાકાત
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શનમાં બીજા દિવસે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મુલાકાત કરી વૃક્ષારોપણ સાથે મલ્ટીમીડિયા પ્રદર્શનને નિહાળ્યું હતું.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શનને ગતરોજ મહાનુભાવોએ રીબીન કાપીને ખુલ્લું મૂક્યું હતું.
આજે બીજા દિવસે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શનમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આવી પહોંચ્યા હતા.જેઓએ પ્રથમ સાફ-સફાઈ કરી સાથે વૃક્ષારોપણ કર્યું હતું અને સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતું.જે બાદ પ્રદર્શનમાં “વિકસિત ભારત @ ૨૦૪૭”,”નશા મુક્ત ભારત અભિયાન” અને “સ્વચ્છતા હી સેવા” જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેતી આકર્ષક ઝાંખીને નિહાળી હતી.સાથે સાથે વિગતવાર માહિતી મેળવી હતી.
આ પ્રદર્શનમાં નશા મુક્ત અંગે સંકલ્પ લેવામાં આવ્યો હતો.તમામ ઉપસ્થિતીએ નશા મુક્ત અંગેના સંકલ્પ લીધા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ,ધારાસભ્ય ડી.કે.સ્વામી,નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના અન્ય મહાનુભાવો અને કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરતના ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ તરફ ગાંધીનગરના દહેગામ સ્થિત જોગી જલિયાણ ડેરીમાં ભેળસેળયુક્ત ઘી બનાવવાના કૌભાંડ મામલે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું હતું.તેઓએ જણાવ્યું હતું કે
એક પણ ફેક્ટરી કે આવી બદમાશી પ્રવૃત્તિ ચાલવા દેવાશે નહિ,જાગૃત નાગરિકો આવા કૌભાંડોની નજીકના પોલીસ સ્ટેશનને અથવા ફૂડ અને ડ્રગ્સ વિભાગમાં જાણ કરશે તો તરત દાખલારૂપ કાર્યવાહી કરાશે એમ તેઓએ આશ્વાસન આપ્યું હતું
