અંકલેશ્વર વિસ્તારમાં 16 વર્ષની સગીર યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના તથા અન્ય બે મહિલાઓ દ્વારા તેના પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સગીરની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સ્પા સંચાલિકાની સગીર યુવતી અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પરિવારની મહિલા સભ્યની સારવાર માટે સ્પા સંચાલિકા મુંબઈ ગઈ હતી અને આ દરમિયાન સગીર ઘરે હતી.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અયોધ્યા જિલ્લાના મૂળ વતની અને અંકલેશ્વર ખાતે રહેતા અહેમદ હુસેન શેખ ઉર્ફે કેફે તા. 14 સપ્ટેમ્બર અને 15 સપ્ટેમ્બર, 2026ના રોજ સગીરા સાથે તેના ઘરે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે તેને લગ્ન કરવાની લાલચ આપવામાં આવી હતી.આ ઉપરાંત, ફરિયાદમાં સ્પામાં વર્કર તરીકે કામ કરતી મહિમા અર્જુન યાદવ અને સીમરન રમેશ ચંદર નામની બે મહિલાઓ સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ, બંનેએ સગીર યુવતીને અહેમદ હુસેન શેખ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.પોલીસે પોકસો એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી 2 મહિલા આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અહેમદ હુસેન શેખ ઉર્ફે કેફની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
