ભરૂચની જામા મસ્જિદનો વિવાદ

મૂળ સ્વરૂપને લઈ ચાલી રહ્યો છે વિવાદ

જૈન સમાજ દ્વારા દાવો કરાયો

મસ્જિદ જૈન સમાજનું પવિત્ર સ્થળ હોવાનો દાવો

મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ લીધી મુલાકાત

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજરોજ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ મસ્જિદની મુલાકાત લઈ અનેક દાવા કર્યા હતા

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અને તેના ઐતિહાસિક મહત્ત્વને લઈને વિવાદ ઊભો થયો છે. ઐતિહાસિક ઢાંચો ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ મામલે જૈન સમાજના આગેવાનો પણ મેદાનમાં આવ્યા છે.વિવાદ વચ્ચે મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ઐતિહાસિક જામા મસ્જિદની મુલાકાતે પહોંચ્યા હતા.

જૈન સમાજના આગેવાનોએ વિવાદિત સ્થળ જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત, સ્થળ પરથી ગણેશજી સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓ મળી હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે.જૈન સમાજના આગેવાનો દ્વારા ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપ અને તેના ધાર્મિક મહત્ત્વ અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

સાથે જ જામા મસ્જિદ જૈન સમાજને પરત સોંપવાની માંગ પણ કરવામાં આવી રહી છે.જામા મસ્જિદના મૂળ સ્વરૂપ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ધાર્મિક ઓળખને લઈને ચાલી રહેલા આ વિવાદને પગલે ભરૂચમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે, સ્થળના મૂળ સ્વરૂપ અને કરવામાં આવેલા ધાર્મિક દાવાઓની સ્વતંત્ર ઐતિહાસિક ચકાસણી થવી  જરૂરી છે.