નારી સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરાય
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા આયોજન
અદ્ધત્તન ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાયો
મહિલાઓને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ પણ અપાશે
કમ્પ્યુટર, સિલાઈ, મહેંદી સહિતના કોર્સની તાલીમ અપાશે
ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ ઐમન પાર્ક ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા નારી સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ ઐમન પાર્ક ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ફેડરેશનના લેડીઝ વિંગના પ્રમુખ રૂબીના કાપડિયા અને ઉપપ્રમુખ શાહીન અસલમના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા સેન્ટરનો મુખ્ય હેતુ મહિલાઓને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ આપી આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. આ સેન્ટર ખાતે કમ્પ્યુટર એજ્યુકેશન, સિલાઈ, મહેંદી અને બ્યુટી પાર્લર સહિતના નિયમિત કોર્સ તેમજ બેકિંગ-કુકિંગ, હેમ્પર મેકિંગ, રેઝિન આર્ટ અને હેન્ડવર્ક સહિતના વિવિધ વર્કશોપ યોજાશે. સેન્ટરના શુભારંભ પ્રસંગે સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
