જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા આયોજન કરાયું
જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ-અંકલેશ્વર દ્વારા સહયોગ
મહિલાઓ માટે નિઃશુલ્ક આરોગ્ય-કેન્સર તપાસ શિબિર
મહિલાઓમાં થતાં વિવિધ કેન્સરની તપાસ કરવામાં આવી
મહિલાઓને કાઉન્સેલિંગ-HPV રસીકરણ અંગે માર્ગદર્શન
ભરૂચ શહેરમાં જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ-અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે નિઃશુલ્ક આરોગ્ય અને કેન્સર તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્સર… એક એવું નામ, જે સાંભળતા જ પરિવારની ચિંતા વધી જાય છે. પરંતુ કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ અને સમયસર તપાસ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને અને ગંભીર બીમારીનું સમયસર નિદાન થઈ શકે તેવા હેતુથી ભરૂચ શહેરમાં જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ-અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે નિઃશુલ્ક આરોગ્ય અને કેન્સર તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મહિલાઓમાં થતાં વિવિધ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓને કાઉન્સેલિંગ અને HPV રસીકરણ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ-અંકલેશ્વરના તબીબ ભૂમિકા પંચાલ, નમ્રતા રાઠોડ અને તેમની ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જીગ્નશા ગોસ્વામી, પ્રોજેક્ટ મેનેજર શેફાલી પંચાલ, ઉન્નતિ પંચાલ, અલ્પા પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી શિબિરનો લાભ લીધો હતો.
