અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર સમારકામ

વડોલી નજીક કીમ નદીના બ્રિજનું સમારકામ

રૂ.3.5 કરોડનો કરવામાં આવશે ખર્ચ

9 મહિનામાં સમારકામ પૂર્ણ કરવાનો લક્ષયાંક

બ્રિજ જર્જરિત હોવાનું બહાર આવ્યું હતું

અંકલેશ્વર-હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર કિમ નદીના 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.રૂ. 3.5 કરોડના ખર્ચે બ્રિજનું 9 મહિનામાં સમારકામ પૂર્ણ કરવાનો લક્ષયાંક રાખવામાં આવ્યો છે

અંકલેશ્વર-હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી વાંક નજીક કિમ નદી પર આવેલા આશરે 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. બ્રિજની જર્જરિત સ્થિતિને ધ્યાનમાં રાખીને અંદાજે રૂ. 3.5 કરોડના ખર્ચે સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કિમ નદી પરના આ બ્રિજનું પણ લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. લોડ ટેસ્ટિંગમાં બ્રિજની સ્થિતિ જર્જરિત હોવાનું સામે આવતા તંત્ર દ્વારા સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો હતો.બ્રિજના સમારકામની કામગીરી આગામી 9 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

કામગીરી દરમિયાન બ્રિજની સલામતીને ધ્યાનમાં રાખીને તેના પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જોકે, પ્રતિબંધ હોવા છતાં બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા હોવાની સ્થિતિ સામે આવી છે. જેના કારણે બ્રિજની સુરક્ષા અને સમારકામની કામગીરીને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. તંત્ર દ્વારા પ્રતિબંધનો કડક અમલ કરાવવામાં આવે અને ભારે વાહનોને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.