ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

નગર સેવા સદન દ્વારા આયોજન

સફાઈ અભિયાન હાથ ધરાયુ

ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન

ધારાસભ્ય ર્મ્સગ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા

ભરૂચના ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં નગર સેવા સદન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સાફ સફાઈ કરી હતી

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને  સ્વચ્છતા અંગે જાગૃત બનવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, જાહેર સ્થળોએ જ્યાં-ત્યાં કચરો ફેંકવાને બદલે નક્કી કરાયેલા સ્થળે જ કચરાનો નિકાલ કરવો જોઈએ.નગરપાલિકા દ્વારા શહેરના 10થી વધુ સ્થળોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ઉપપ્રમુખ રુચિતા મોદી, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.