અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

લાયન્સ ક્લબ દ્વારા આયોજન

રક્તદાન શિબિરનું આયોજન

રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન, નોટીફાઇડ એરિયા ઓથોરિટી, ઉદ્યોગ મંડળ દ્વારા રવિવારે અંકલેશ્વરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય પ્રવૃત્તિને અરબુદા આઈસ પરિવારનો સહયોગ મળ્યો હતો. લાયન્સ સ્કૂલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આયોજકો દ્વારા “Give Blood, Give Life” અને “Donate Blood, Save Lives”ના સંદેશ સાથે લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કેમ્પ દરમિયાન લાયન્સ ક્લબના સભ્યો તથા સેવાભાવી કાર્યકરોએ ઉપસ્થિત રહી સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદ મળી રહે અને અનેક અમૂલ્ય જિંદગીઓ બચાવી શકાય તેવા હેતુથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો.