કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ વર્ષ 2006ના કેએસટીપી રોડ પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર અને તેની સાથે સંકળાયેલા મલેશિયન ઠેકેદારના મૃત્યુ અંગે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે હાલના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજ્યમાં જાહેર બાંધકામ વિભાગના સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા.
મલયાન્કીઝુ વેણુગોપાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, જ્ઞાનેશ કુમાર પીડબલ્યુડી સચિવ હતા ત્યારે તેમણે ઠેકેદારોને જાહેર કાર્યો સોંપવામાં કથિત રીતે ગુનાહિત ગેરરીતિ આચરી હતી. આ ઉપરાંત, મલેશિયન નાગરિક અને પ્રોજેક્ટના મુખ્ય મેનેજર લી સી બીનના મૃત્યુના સંજોગો તેમજ તેમની સ્યુસાઈડ નોટમાં કરવામાં આવેલા ગંભીર ભ્રષ્ટાચાર અને કનડગતના આરોપોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, અગાઉની વિજિલન્સ તપાસ અચાનક બંધ કરી દેવામાં આવી હતી અને આરોપોની યોગ્ય તપાસ થઈ ન હતી.
