દેશભક્તિ-સેવાના ભાવને રંગોળીના રંગોથી ઉજાગર કરવાનો હેતુ

રમત ગમત વિભાગ-ગાંધીનગર-જિલ્લા વહીવટી તંત્રનું આયોજન

કાળી તલાવડી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યક્રમનું આયોજન

વિકસિત ભારત-2047 અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાય

જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ભરૂચ શહેરના કાળી તલાવડી વિસ્તાર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિકસિત ભારત-2047 અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્જનાત્મકતા, દેશભક્તિ અને સેવાના ભાવને રંગોળીના રંગોથી ઉજાગર કરવાના હેતુ સાથે ગુજરાત સરકારના રમત ગમત વિભાગ-ગાંધીનગર તેમજ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે વિકસિત ભારત-2047 અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના કાળી તલાવડી વિસ્તાર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિધાર્થીઓએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘વિકસિત ભારત’ થીમ આધારિત વિવિધ રંગોળીઓ બનાવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ હેમાક્ષી પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.