પીએમ મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ

સેવા જ્યોતિ યાત્રા’નો અત્યંત ભવ્ય પ્રારંભ થયો

વિકસિત ભારત માટે જનસંકલ્પ કરવામાં આવ્યો

16 વિધાનસભાના લોકોએ રાષ્ટ્રનિર્માણ માટે લીધી પ્રતિજ્ઞા 

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ

સુરતમાં સેવા જ્યોતિ યાત્રામાં વિકસિત ભારત માટે જનસંકલ્પ કરવામાં આવ્યો હતો,16 વિધાનસભા વિસ્તારોના લોકોએ રાષ્ટ્રનિર્માણ અને ટકાઉ વિકાસ માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી.

સુરતમાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો અત્યંત ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને ‘સરકારના વડા’ તરીકે 25 સફળ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આ વિશેષ સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવાથી શરૂ થયેલી તેમની શાસન યાત્રા આજે દેશમાં સમૃદ્ધિ અને વિકાસના નવા પરિણામો લાવી છે.

આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, સુરતના તમામ ધારાસભ્યો, સાંસદો અને ભાજપના હોદ્દેદારો સહિત જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાંથી 40 હજારથી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન ‘વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ઉપસ્થિત તમામ જનમેદનીએ એકસાથે સંકલ્પ લીધો હતો.